નિરાધાર ગૌ-માતાના લાભાર્થે શ્રી ઉમિયા ગૌસેવા મંડળ તથા નેસડા સમસ્ત ગામ દ્વારા તારીખ ૨૦/૦૯/૨૦૨૫ ને શનીવારના રોજ રાત્રીના ૦૯:૩૦ કલાકે નેસડા (ખા) ગામ ખાતે મહાન ઐતિહાસિક નાટક સતી મદાલશા યાને સ્વર્ગની સુંદરી અને સાથે પેટ પકડીને હસાવતુ કોમીક નભલો – પભલો કૌમીકનુ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વિશેષ કાર્યક્રમ રાત્રીના ૧૦ કલાકે મહાકાળી માતાજીનો પ્રાગટ્ય પ્રસંગ.
તેથી આ નાટક જોવા સર્વે ધર્મપ્રેમી જનતાને સમસ્ત નેસડા (ખા) ગામ તથા શ્રી ઉમિયા ગૌસેવા મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...
ગાંધીનગર: રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2022થી 2024 દરમિયાન અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયો સામે અત્યાચારના કુલ 4,890 કેસ નોંધાયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ કેસોમાંથી આશરે 81 ટકા કેસ અનુસૂચિત જાતિ સાથેના હતા.
વર્ષ પ્રમાણે આંકડા જોઈએ તો ગુજરાતમાં 2022માં SC-ST...
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...