Tuesday, October 14, 2025

મોરબી સેનેટરી ડિવિઝન પ્રમુખ, સીરામીક પૂર્વ પ્રમુખો તથા ધારાસભ્યએ શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયા સાથે રૂબરૂ મુલાકાત કરી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શહેર સિરામિક ઉદ્યોગ નગરી તરીકે પ્રખ્યાત છે અને સિરામિક ઉદ્યોગને લગતા કેટલાક પ્રશ્નોને લઈને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, સેનેટરીવેર ડિવિઝન પ્રમુખ અજયભાઈ મારવાણીયા, પૂર્વ પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા, નીલેશભાઈ જેતપરીયા, તથા વિજયભાઈ ફેવરીટ લીગલ કન્સલ્ટ પંકજભાઈ રાચ્છ એ દિલ્હી ખાતે શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયા સાથે રૂબરૂ મુલાકાત કરી હતી અને સિરામિક ઉદ્યોગોના કેટલાક પ્રશ્નોની રજૂઆત કરી હતી.

જેમાં નવા લેબર રિફોર્મ્સ બાબતે: શ્રમ મંત્રીને સૌજન્યપૂર્વક વિનંતી તથા સૂચન કરવામાં આવ્યું કે આવતા લેબર રિફોર્મ્સમાં બિનજરૂરી કાનૂની ગૂંચવણો, અમલદારશાહી તથા લાઇસન્સિંગ રાજમાંથી ઉદ્યોગોને મુક્ત રાખવામાં આવે, જેથી ઉદ્યોગોને સુગમતા મળે.

લાંબા સમયથી બાકી એક્સાઈઝ કેસ બાબતે: સમક્ષ ઉદ્યોગના એક્સાઈઝ સંબંધિત કેસની રજૂઆત કરતાં, તેમણે આ વિષયમાં ખાસ રસ દાખવ્યો હતો તથા સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ત્વરિત કોન્ટેક્ટ કરી પોઝિટિવ સોલ્યૂશન લાવવા સૂચના આપેલી. તેમજ ઉપરોક્ત રજૂઆત અંગે મંત્રીએ ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ આપેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર