Tuesday, October 14, 2025

પીપળી સરકારી ખરાબાના સર્વે નં-304/1 પૈકી તથા ટીંબડી સર્વે નં-94/2 ના વિવાદનો સુધારા હુકમ કરવા કલેકટરને રજૂઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના પીપળી સરકારી ખરાબાના સર્વે નં-304/1 પૈકી તથા ટીંબડી સર્વે નં-94/2 ના વિવાદનો હુકમમા સુધારો કરી ૨૦૧૯ પછી મહેસુલ કે વેરાઓ લેવામાં આવતા નથી તે લેવાનો હુકમ કરવા ટીંબડી ગામના આવાસ યોજનાના લાભાર્થીઓ તથા હરરાજીમાંથી લીધેલ પ્લોટના લાભાર્થીઓએ મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.

રજુઆતમાં જણાવ્યું હતું કે ટીંબડી ગામના સર્વે નાં.૯૪/૨ માં નાયબ કલેકટર -મોરબીના હુકમ નં.જમન-વશી-૧૦૮૫, તા.૧૬-૬-૮૬ ના રોજ ગામતળ નિમ થયેલ તેના અનુસંધાને તાલુકા વિકાસ અધિકારી મોરબી એ લે-આઉટ પ્લાન મંજુર કરી અરજદારોને આવાસ યોજનાના આશરે ૪૦ થી ૪૨ પ્લોટ ફાળવવામાં આવેલ જે મુજબ અરજદારો વર્ષોથી એટલે કે ૩૦ થી ૩૫ વર્ષો થી ત્યાં કુટુંબ સાથે રહીએ છીએ. તથા અમુક હરરાજીથી લીધેલા પ્લોટ વારા પણ ત્યાં મકાન બનાવીને રહે છે. અને પંચાયત ટીબડીમાં નિયમીત વેરાઓ પણ ભરે છે. ૨૦૧૯ પછી મહેસુલ કે વેરાઓ લેવામાં આવતા નથી તે લેવાનો હુકમ કરવા રજુઆત કરી છે.

આ પ્લોટની બાજુના સ્ટોન કશરવાળાએ સ્પે. સિવિલ એપ્લી. નાં.૭૩૭૫-૨૦૧૬ ગુજરાત હાઈકોર્ટમાં દાવો દાખલ કરેલ તેનું જજમેન્ટ તા.૯-૬-૨૨ ના રોજ પ્લોટ હોલ્ડર વિરૂધ્ધ આપતા અરજદારો પ્લોટ હોલ્ડર તા.૯-૬-૨૨ ના હુકમ સામે અપીલ કરતાં, તા.૬-૧-૨૦૨૫ ના રોજ પ્લોટ હોલ્ડરની તરફેણમાં ચુકાદો આવેલ છે.

જે ચુકાદામાં બંને પક્ષો એટલે કે, સ્ટોન ક્રશર વાળા તથા પ્લોટ હોલ્ડરો મહેસુલ સતા અથવા સીવીલ કોર્ટમાં જવા સ્વતંત્ર છે. આ સ્ટોન ક્રશરવાળા ૬ પ્લોટવારા સામે સિવીલ કોર્ટમાં ગયેલ છે.

માટે પ્લોટ હોલ્ડરની વિનંતી કે, પીપળી ગામના સ.નાં.૩૦૪/૧ તથા ટીંબડી સ.નાં.૯૪/૨ બંને સરકારી ખરાબાની જમીન હોય, બંને સર્વે નંબરની માલીકી- સરકારની હોય, બંને સર્વે નંબર એક બીજાની બાઉન્ટ્રી બાજુમાં હોય, લગોલગ હોય, ખુદ સરકારને પણ બાઉન્ટ્રીનું ધ્યાને ન હોય નવા પ્લોટોને પીપળી સર્વે નાં ૩૦૪/૧ માં ફાળવવામાં આવેલ છે. જેથી થયેલા હુકમોમાં તેનો સુધારો સરકારને કરવાનો થતો હોય, આ સરકારી તંત્રની ભુલને સુધારી ગરીબ આવાસ યોજનાના લાભાર્થી કે હરરાજીમાંથી લીધેલા પ્લોટ હોલ્ડરની ભુલ નથી.

જેથી પીપળી ગામના સરકારી ખરાબાના સ.નાં ૩૦૪/૧ પૈકી જમીન ખરાબો હોય, તેમાં એ.૪-૧૩ ગુંઠા ૧૧ ચો.વા. ૪ ફુટ ટીંબડી ગામતળ નીમ થયેલ છે જે બાબતે યોગ્ય નિર્ણય કરવા તેમજ પ્લોટ હોલ્ડરોને જે ગ્રામ પંચાયતમાં સુધારો કરશો તે પંચાયતને જે કાંઈ ભ૨વાનો ટેલ કે કોઈપણ સરકારી વેરાઓ ભરવા પ્લોટ હોલ્ડરો સહમત છીએ તો આ અંગે વહેલીતકે યોગ્ય નિર્ણય કરવા માંગ કરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર