મોરબી: પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલ એક ઈસમ તથા એક મહિલાને પાસા તળે જેલ હવાલે કરાયા 

મોરબી: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ એક ઇસમ તથા એક મહીલાને પાસા હેઠળ ડીટેઇન કરી મોરબી જીલ્લા પોલીસ દ્વારા બંનેને અલગ-અલગ જેલ હવાલે કવામાં આવેલ છે.

પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ એક ઇસમ તથા એક મહીલા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓ તરફ મોકલતા શ્રી જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ તરફથી પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ એક ઇસમ તથા એક મહીલાના પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે સામાવાળાઓને સત્વરે અટકાયત કરવા માટે એલ.સી.બી., મોરબી તથા પેરોલ ફર્લો સ્કવોડ સાથે અલગ-અલગ પોલીસ સ્ટાફની ટીમો બનાવી બંને ઇસમોની અટકાયત કરી આરોપી સલીમભાઇ બાબુભાઇ વિકીયાણી (ઉ.વ.૩૮) રહે. સરાયા ગામ તા.ટંકારાવાળાને મધ્યસ્થ જેલ વડોદરા તથા મનીષાબેન સુરેશભાઇ લક્ષ્મણભાઇ થરેસા (ઉ.વ.૪૫) રહે.મોરબી વજેપર શેરી નંબર-૨૪ તા.જી. મોરબીવાળાને મધ્યસ્થ જેલ ભાવનગર ખાતે મોકલી આપેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img