Sunday, October 19, 2025

મોરબી સિવિલ હોસ્પિટલના કાર્યકરો સાથે દીવાનો પ્રકાશ પાથરતી Indian Lioness club morbi

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા દિપાવલીના પર્વની પ્રેરણાદાયી ઉજવણી

સ્વદેશી તેમજ રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલી એવી , માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દીપાવલીના તહેવારમાં હળવદ ખાતે આવેલ સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલા દીવડાઓની પ્રવૃત્તિને વેગ આપી તેઓને રૂપિયા 13,000 નું અનુદાન આપી આ કોડિયા નું સિવિલ હોસ્પિટલ ના અઢીસો જેટલા સ્ટાફ કાર્યકરોમાં માં વિતરણ કરવામાં આવ્યું હતું.

આ રીતે ઘરે ઘરે સેવા રૂપી જ્યોત ઉજાગર કરીને નરેન્દ્ર મોદીના સ્વદેશી અપનાવો ના સૂત્રને વેગવંતુ બનાવ્યું હતું. આ કાર્યક્રમની મોરબી શહેરમાં ખૂબ સારી નોંધ લેવાઈ હતી. તમામ સિવિલ હોસ્પિટલના કાર્યકરોના ચહેરા ઉપર અનેરી ખુશી જોવા મળી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડોક્ટર પ્રદીપ દુધરેજીયા નો ક્લબએ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને આટલી સુંદર રીતે સફળ બનાવવા માટે ક્લબ પ્રેસિડન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયાએ તમામ મેમ્બર્સનો આભાર વ્યક્ત કરી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર