Tuesday, November 11, 2025

મોરબીના લગ્ધીરપુર રોડ ઉપર ટ્રકમાંથી 140 લીટર ડીઝલની ચોરી; ગુન્હો દાખલ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના લગ્ધીરપુર રોડ પર આવેલ હોલીસ વિટ્રીફાઇડ કારખાનાના ગેટ પાસે કોઈ અજાણ્યા ચોર ઈસમે ટ્રકની ટાંકીમાંથી આશરે ૧૪૦ લીટર ડીઝલ જેની કિંમત રૂપિયા ૧૩૦૦૦ નું ડીઝલ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ રાજસ્થાન રહેતા અને ડ્રાઈવીંગ કરતા જીતેન્દ્રસિંગ લાદુસિંગ રાજપૂત (ઉ.વ‌.૪૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના લગ્ધીરપુર રોડ હોલીસ વિટ્રીફાઈડ કારખાના ગેટ પાસે અજાણ્યા ચોર ઈસમે ફરીયાદીના કબ્જાવાળા ટેઈલર ટ્રક રજીસ્ટર નં. RJ-14- GQ-4377 વાળાની ટાંકીના ઢાંકણાનું લોક તોડી ટાંકીમાંથી આશરે ૧૪૦ લીટર જેટલુ ડીઝલ કિ.રૂ.૧૩૦૦૦/- નું ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર