Monday, November 17, 2025

સમસ્ત લુહાર સમાજ મોરબીનાં આરોગ્ય સુખાકારી માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હાલ મિક્ષ વાતાવરણ ઋતુના સમય ગાળામાં ઘેર ઘેર માંદગી જોવા મળી રહી છે ત્યારે સમસ્ત લુહાર સમાજ સમિતિ મોરબીના ઉપક્રમે તારીખ: ૧૬-૧૧-૨૦૨૫ રવિવારના રોજ સવારે ૦૯ વાગ્યાથી ૦૧ વાગ્યા સુધી સમસ્ત લુહાર સમાજ મોરબી પંથકના લુહાર જ્ઞાતિબંધુઓ માટે નિઃશુલ્ક સર્વરોગ મેડિકલ કેમ્પ, આર્યુવેદિક દવા કેમ્પ, ફિજીયોથેરાપી સારવાર, તથા ફ્રી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું શ્રી મચ્છુકઠિયા લુહારજ્ઞાતિ બોર્ડિંગ અને ભોજશાળા મોરબી યુનિટ ૨, શનાળા રોડ, સત્યમ પાન વારી શેરી, સરદાર બાગ સામે, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ કેમ્પમાં લુહાર સમાજના આશરે 245 થી વધુ લોકોએ લાભ લીધો હતો, જેમાં સર્વરોગ નિદાનમાં 116, ફિજિયોથેરાપી નિદાનમાં 79 અને ડાયાબિટીસ ચેકઅપ કેમ્પમાં 54 લોકોએ ભાગ લીધો હતો.

આ કૅમ્પમાં સર્વરોગ નિદાન કેમ્પમાં એલોપેથીક દવામાં ડો.રાજ પરમારે સેવા આપી હતી. મહેન્દ્રસિંહજી આર્યુવેદ હોસ્પિટલ મોરબી દ્વારા આયુર્વેદ દવા કેમ્પ ગોઠવાયો હતો જેમાં ડો. સુનીલ કાચરોલા, ડો. સાવન પિઠવા, અજય પિત્રોડા વગેરે જોડાયા હતા, જયારે મોરબીની ખ્યાતનામ JR હોસ્પિટલ મોરબી થકી ડાયાબીટીસ અને બ્લડપ્રેશર ચેકઅપ કેમ્પની સેવા અપાઈ હતી જેમા હોસ્પિટલના તેજસ્વી ડોકટરો ડો. વિવેક પટેલ, ડો. દિપમ્ વિડજા, ડો. ચિરાગ પનારા સાથે તેમના સ્ટાફ જોડાયો હતો.

જયારે ફિજિયોથેરાપી સારવાર કેમ્પમાં ડો. ભાવિકા કવૈયા સાથે ડો. સંકેત પિત્રોડાએ સેવા આપી હતી. આ કેમ્પમાં મોરબી સાથે વાંકાનેર, ટંકારાના લુહારજ્ઞાતિ અગ્રણીઓ મુલાકાતે આવ્યા હતા અને કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પનું અયોજન શ્રી મચ્છુકઠિયા લુહારજ્ઞાતિ બોર્ડિંગ અને ભોજશાળા મોરબી તથા LYS-SS ગૃપ “સિંહસ્થ સેના” ગુજરાત પ્રદેશ ટીમ દ્વારા કરાયું હતુ

સાથે લુહાર સમાજ મોરબીના વિશ્વકર્મા શિક્ષણ અને ઉત્સવ સમિતિ મોરબી, વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ મોરબી, સિંહસ્થ લુહાર નારી શક્તિ દળ – મોરબી ટીમ વગેરે સંસ્થા કૅમ્પમાં સહયોગી બની હતી.

આ કૅમ્પમાં મોરબીનાં પત્રકાર મયુરધ્વજ પિત્રોડા,  પિન્ટુભાઈ મિસ્ત્રી (પંકજ રાઠોડ), મનસુખભાઈ રાઠોડ, જીજ્ઞેશભાઈ મકવાણા તથા  ભાવિન મારૂ દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર