હળવદના ચરાડવા ગામે જાહેરમા વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેનની ચોરી; ગુન્હો દાખલ 

હળવદ તાલુકાના ચરાડવા ગામે મહાકાળી આશ્રમ પાસે પોથીયાત્રામાં જાહેરમાંથી વૃદ્ધ મહિલાના ગળામાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ દોઢ તોલાનો સોનાની ચેન જેની કિંમત રૂપિયા ૪૦૦૦૦ ની ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા તખુબેન ઓધવજીભાઈ સોનગ્રા (ઉ.વ.૬૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કોઇ અજાણ્યા ચોર ઇસમે ચરાડવા મહાકાળી આશ્રમ પાસે પોથીયાત્રામાં જાહેરમાંથી ફરીયાદીએ ગળામાં પહેરેલ સોનાની ચેન જેનુ વજન આશરે એક-દોઢ તોલા જેની કિ.રૂ ૪૦,૦૦૦/- ગણી શકાય તે કોઇપણ રીતે ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img