મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો; આરોપી ફરાર

મોરબીના સામાકાંઠે આવેલ વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૩૪ બોટલ કિં રૂ‌. ૧૪,૪૯૨ નો મુદામાલ સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં આરોપી મયુરભાઇ ઉર્ફે મયલો ઉર્ફે ઘુચરી બટુકભાઇ વાઘેલાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૩૪ કિં રૂ‌. ૧૪,૪૯૨ નો મુદામાલ ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપીને ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img