હળવદના કવાડીયા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 49 બોટલ ઝડપાઇ: આરોપી ફરાર 

હળવદ તાલુકાના કવાડીયા ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૯ કિં રૂ‌. ૯૭૦૦ નો મુદામાલ હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ તાલુકાના કવાડીયા ગામે રહેતા વિશાલભાઈ અરજણભાઇ ચારોલાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ ૪૯ કિં રૂ‌. ૯૭૦૦ નોં મુદ્દામાલ જપ્ત કરી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપીને ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img