Wednesday, December 10, 2025

મોરબીમાં બેન્ક એકાઉન્ટમા સાયબર ક્રાઇમ ફ્રોડ મારફતે નાણાં મેળવનાર બે શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

 મોરબી શહેરમાં સાયબર ફ્રોડના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે મોરબીમાં રહેતા શખ્સે આર્થીક લાભ મેળવવા માટે પોતાના બેન્ક એકાઉન્ટ સાયબર ક્રાઇમ ફ્રોડ મારફતે મેળવલ નાણા ચેકથી વિડ્રો કરી અન્ય શખ્સને આપી નાણાં ચેકથી ઉપાડી ગુન્હો કર્યો હોવાથી મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવી ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ આરોપી યશપાલ જીતેન્દ્ર દવે રહે.૧૪૨, અરુણૉદયનગર સામાકાઠે મોરબીવાળાએ પોતાના બેન્ક એકાઉન્ટમા સાયબર ક્રાઇમ ફ્રોડ મારફતે મેળવેલ નાણા ચેકથી વિડ્રો કરી તે નાણાં આરોપી રજનીભાઈ કાંતીભાઈ પટેલ રહે. અરુણોદય સોસાયટી, સામાકાંઠે મોરબીવાળાનેઆપી આ નાણા સગેવગે કરી આર્થિક લાભ મેળવેલ હોય તથા તપાસમાં ખુલ્લે તે તમામે બેન્ક એકાઉન્ટમાં આવતા નાણા ફ્રોડના હોવાનું જાણતા હોવા છતા આર્થિક લાભ લેવા માટે લાગતા વળગતા ઇસમોએ બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડથી આવેલ નાણા જમા થયેલ હોય જે નાણા ચેક મારફતે ઉપાડી ગુન્હો કર્યો હોવાથી મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમા ભારતિય ન્યાય સંહિતા -૨૦૨૩ની કલમ ૩૧૬(૫), ૩૧૮(૪), ૬૧(૨),૫૪, ૩૧૭(૨) મુજબ ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર