મોરબીના શક્તિ ચોક પાસેથી વિદેશી દારૂની સાત બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી શહેરમાં દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે મોરબીના શક્તિ ચોક પાસે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની સાત બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી શહેરમાં દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે મોરબીના શક્તિ ચોક પાસે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૭ કિં રૂ‌. ૪૮૭૨ નાં મુદામાલ સાથે આરોપી રાજુભાઈ જાદવભાઈ સરાણીયા (ઉ.વ.૩૨) રહે. આરટીઓ ઓફિસ બાજુમાં ઝુંપડામાં જાંબુડીયા મોરબીવાળા ને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ ઇકબાલ જુસબભાઈ કટીયા રહે. મોરબીવાળાનુ નામ ખુલતા બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img