Monday, January 26, 2026

ટંકારા વિસ્તારમાં સગીર દીકરી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પીતાને પોલીસે દબોચી લીધો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા તાલુકા વિસ્તારમાં પિતા દ્વારા પોતાની સગીર દિકરી ઉપર કરેલ દુષ્કર્મના બનાવમાં આરોપી પિતાને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.

ટંકારા મુકામે ૧૪ વર્ષની માસુમ દિકરી ઉપર તેના પિતા દ્વારા ગઇ ૨૩ જાન્યુઆરીના રાત્રીના સમયે તેના જ ઘરમાં દુષ્કર્મ આચરેલ હોય જે બનાવ બાબતે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલીક ગુનો રજિસ્ટર કરાવવામાં આવેલ.

જે ગુનાની ગંભિરતા ધ્યાને લઇ ટંકારા પોલીસ દ્વારા ભોગબનનારની માતાની પુછપરછ કરતા તેમજ ભોગબનનાર દિકરી ની પુછપરછ કરી આ ગુનામા ભોગબનનાર દિકરી પોતાની ઓરડીમાં તેની માતા પાસે સુતી હોય તે વખતે આરોપીએ ભોગબનનારનું મોઢુ દબાવી નીરવસ્ત્ર કરી તેની સાથે દુષ્કર્મ આચરેલ હોય અને ભોગબનનારે રાડો પાડતા તેની માતા જાગી જતા આરોપી પિતા નાશીભાગી ગયેલ હોય જે ફરીયાદ નોંધાવતા અને બનાવની ગંભીરતા ધ્યાને લઇ અલગ અલગ પોલીસ સ્ટાફની ટીમો બનાવી આરોપીની તપાસ તાત્કાલીક કરવામાં આવેલી જેમા આરોપી મળી આવતા આરોપી પિતાએ ગુન્હાની કબુલાત આપતા આરોપી અટક કરી તાત્કાલીક ધરપકડ કરી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. બનાવની ગંભીરતા ધ્યાને લઇ નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા સાહેબ નાઓએ વીઝીટ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ અને આ તપાસમાં ટંકારા વિસ્તારના મહીલા કાર્યકરને સાથે રાખી ભોગબનારની ઝીણવટ ભરી પુછપરછ કરવામાં આવેલ છે. હાલમાં તપાસ તજવીજ ચાલુ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર