આયુષ હોસ્પિટલના સુપ્રસિદ્ધ ક્રીટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડૉ. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પર ના ૯૦ વર્ષના વયોવૃધ્ધને જીવ જોખમી અત્યંત ગંભીર બિમારી માંથી બહાર લાવી નવજીવન અપાયુ
15 જાન્યુઆરી, 2026 ના રોજ એક ૯૦ વર્ષના વૃદ્ધ દર્દિ આયુષ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં અર્ધ બેભાન હાલતમાં આવ્યા , જ્યારે દર્દી આવ્યા ત્યારે તેમનુ ઓકિસજન લેવલ માત્ર 68% હતુ તેમજ શ્વસનક્રિયા પણ ખૂબજ ગંભીર જણાતા તેમને તાત્કાલીક વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા, ડૉ. સત્યજીતસિંહ સાહેબ દ્વારા વધુ તપાસ કરતા જણાયુ કે તેમના ફેફસા માં અતિશય ચેપ ફેલાયેલો છે, ફેફસા સાવ નબળા પડી ગયા છે, જીવન નુ પણ જોખમ હોય છે એવા હૃદય ના ધબકારા અતિશય અનિયમિત થઇ ગયા છે, બીપી પણ ખૂબ ઓછુ હોય બીપી વધારવાના ઇન્જેકશન નો ખૂબ વધારે ડોઝ આપવો પડયો, આમ ૯૦ વર્ષની ઉંમર હોય અને આટલી બધી ગંભીર પરિસ્થિતિ હોય છતા ડૉ. સત્યજીતસિંહ જાડેજા દ્વારા આયુષ હોસ્પિટલ માં તેમનું સચોટ નિદાન અને સફળતા પૂર્વક સારવાર થતા માત્ર એક અઠવાડિયામાં દર્દીની હોસ્પિટલ માંથી રજા કરવામાં આવી અને દર્દિ તેમજ તેમના સગા દ્વારા ડોકટર સાહેબ અને આયુષ હોસ્પિટલ નો ખૂબ જ આભાર માનવામાં આવ્યો છે.
આમ આયુષ્ય હોસ્પિટલ મા ડૉ. સત્યજીતસિંહ જાડેજા ના નેતૃત્વમાં સતત સફળતા પૂર્વક સારવાર થતા અનેક જીવ જોખમી ગંભીર બીમારી થી પીડાતા દર્દીઓ ને સતત નવજીવન મળતું રહ્યું છે.