Tuesday, May 19, 2026

વરને વખાણે કોણ ? વરની ફઈ !

રજૂ થયેલા કેન્દ્રીય બજેટ માં મોરબી જિલ્લા ને કોઈ ફાયદો નહી! પણ ભાજપ પ્રમુખ કરશે વખાણ

ગઈ કાલે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં કોઈ ખાસ લાભ મોરબી કે મોરબીના સિરામિક,ઘડિયાળ,કે અન્ય ઉદ્યોગને સીધી રીતે કોઈ ફાયદો થયો નથી છતાં દેવા તળે દબાયેલા જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા આવતી કાલે પ્રેસ કોન્ફરન્સ યોજી બજેટ ના કરશે વખાણ.

મોરબી શહેર હજુ ઉભરાતી ગટર,પાણી અને યોગ્ય પ્રાથમિક સુવિધાઓ થી પણ વંચિત છે.જેના માટે લોકો અવારનવાર રસ્તા રોકો આંદોલન કરતા નજરે પડે છે.પણ ભાજપ ના નેતા તે વાત સ્વીકારવા તૈયાર નથી.

તેવી જ રીતે આ બજેટમાં મોરબી માટે કોઈ ફાયદાવાળી વાત નથી અને છેલ્લા ઘણા સમય થી સિરામિક ઉદ્યોગો મંદીના માહોલમાં છે તેવીજ હાલત ઘડિયાળ ઉદ્યોગની પણ છે જેથી આ બજેટ માં ઉદ્યોગને વેગ મળે અને કોઈ જોગવાઈ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી પરંતુ એવું કંઈ થયું નથી

છતાં આવતી કાલે જિલ્લા ભાજપ પ્રમુખ બજેટનાં ભરપૂર વખાણ કરતા નજરે પડશે અને લાંબા ગાળે આ બજેટ થી ફાયદો થશે તેવી વાતો મોરબીના લોકોને સંભળાય તો નવાઈ નહી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img