Tuesday, February 3, 2026

ચંદ્રકાંત વિરમગામાં એ ડમી આઇડી બનાવી આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકરને કૉમેન્ટમાં ગાળો આપતા ફરિયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં રહેતા અને આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર યુવકને આરોપીએ પોતાના મોબાઈલમાં ફેક ફેસબુક આઈડી બનાવી તે પરથી યુવકને જ્ઞાતિ પ્રત્યે અપમાનતી કરી ગાળો આપી તથા સાથીઓને પણ અભદ્ર ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ સબજેલ પાસે વણકરવાસમાં રહેતા ધંધો કરતા અને આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર ભગવાનજીભાઈ બાબુભાઈ સાવરીયા (ઉ.વ.૩૦) એ આરોપી ચંદ્રકાંત માવજીભાઈ વિરમગામા રહે. ૧૦૧ શીવ પેલેસ એપાર્ટમેન્ટ, શ્યામપાર્ક સોસાયટી, અવની ચોકડી મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના મોબાઇલમાં Gopal patel નામની ફેસબુકમાં ફેક આઇડી બનાવી તે આઇડી પરથી આ કામના ફરીયાદીની જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી અભદ્ર ભાષામાં ગાળો લખી તથા સાથીઓને મા બેન સમાણી અભદ્ર ભાષામાં ગાળો લખી કોમેન્ટો તથા પોસ્ટો કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ બી.એન.એસ કલમ-૩૫૧(૪) તથા અનુસુચીત જાતી અને અનુસુચીત આદીજાતી (અત્યા ચાર અટકાવવા બાબત) અધિનિયમ ૧૯૮૯૧૯૮૯ની કલમ ૩(૧)(R)(S) તથા ઇન્ફોમેશન ટેકનોલોજી એકટની કલમ ૬ ૬(D) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર