Tuesday, February 3, 2026

મોરબીના લીલાપર- લાલબાગ સહિતના વિસ્તારોમાં મનપાની ઇલેક્ટ્રિક શાખાએ રૂ. 58 લાખના ખર્ચે નવી સ્ટ્રીટલાઇટ -પોલની કામગીરી પૂર્ણ કરી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રીક શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પોલ સાથે સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી કરવામાં આવી હતી, મહાનગરપાલિકાની ઇલેક્ટ્રીક શાખા એ જુદા જુદા વિસ્તારમાં જરૂરિયાત મુજબ કુલ 151 સ્ટ્રીટ લાઈટ રૂ.58 લાખના ખર્ચે નાખી હતી. ઇલેક્ટ્રિક શાખાની આ કામગીરી થી આ વિસ્તારોમાં રાત્રિના સમયે રાહદારીઓને આવવા-જવા માં સરળતા રહેશે.

મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રીક શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જરૂરિયાત મુજબ વીજ પોલ સાથે સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત લીલાપર રોડ પર નવી સ્ટ્રીટ લાઈટ નાખી હતી, બોરીયા પાર્ટી થી લીલાપર ગામ સુધી 125 થી વધુ સ્ટ્રીટ લાઇટ વિથ પોલ મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રીક શાખા એ નાખ્યા હતા. લાલબાગ રોડ પર સ્ટ્રીટ લાઈટ વિથ પોલ ની કામગીરી દરમિયાન 15 નવી સ્ટ્રીટ લાઇટ અને પોલ નાખ્યા હતા. પીજીવીસીએલની ઓફિસ તરફ બેઠા પુલમાં 11 વીજ પોલ સાથે નવી સ્ટ્રીટ લાઈટ ઈલેક્ટ્રીક શાખા એ નાખી હતી, આ સાથે જ ઇલેક્ટ્રિક શાખા એ વાઇરિંગ કેબલ સહિત ની કામગીરી પૂર્ણ કરી હતી, આ સમગ્ર કામગીરી થી આ વિસ્તારના રહેવાસીઓને તેમજ અહીં થી પસાર થતાં રાહદારીઓને સ્ટ્રીટ લાઇટના કારણે પડતી મુશ્કેલીનો અંત આવશે, આ તમામ કામગીરી મોરબી મનપાની ઇલેક્ટ્રીક શાખા એ તાજેતરમાં કરી હતી, જેમાં કુલ 151 સ્ટ્રીટ લાઈટ વીજપોલ સાથે કુલ રૂ. 58 લાખના ખર્ચે નાખવામાં આવ્યા હતા, તેમ મોરબી મહાનગર પાલિકાની ઇલેક્ટ્રીક શાખાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર