Thursday, February 5, 2026

ટંકારાના ગજડી ગામની સિમમા વાડીઓમાથી 2025 ફુટ કોપર વાયરની ચોરી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા તાલુકાના ગજડી ગામની સીમમાં અલગ અલગ વાડીઓમાંથી આશરે 2025 ફૂટ કોપર પટ્ટી કેબલ વાયરની કોઈ અજાણ્યો ચોરી ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા અને ખેતી કરતા વિનોદભાઈ હીરાભાઈ ડાંગર (ઉ.વ.૫૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી તથા સાથીઓની ગજડી ગામની સીમમાં આવેલ વાડીઓમાંથી આશરે 2025 ફૂટ કોપર પટ્ટી કેબલ વાયર આશરે કિંમત રૂપિયા 74925 ના કોપર પટ્ટી કેબલ વાયર કાપીને કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને શોધી કાઢવા શોધખોળ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર