Friday, February 6, 2026

ગજડી ગામેથી કોપર વાયરની કરનાર બે ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ટંકારા પોલીસ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા તાલુકાના ગજડી ગામેથી થયેલ કોપર વાયર ચોરી કરનાર બે આરોપીઓને ગણતરીના દિવસોમાં મુદામાલ સાથે ટંકારા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

ટંકારા તાલુકાના ગજડી ગામે અલગ અલગ વાડી વિસ્તારમાંથી કોપર વાયરની ચોરી થયેલ હોય જે મિલકત સબંધી વણશોધાયેલ ગુનો શોધી કાઢવા ટંકારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બે ઇસમો મોટર સાયકલમાં પ્લાસ્ટીકનું બાચકુ લઇ નીકળતા જે શંકાસ્પદ જણાઇ આવતા બન્ને ઇસમોને રોકી મોટર સાયકલમાં રાખેલ પ્લાસ્ટીકના બાચકામાં તપાસ કરતા રતાશ પડતા કોપર વાયરના ગુંચરા ભરેલ હોય જે કોપર વાયરના આધાર પુરાવા બીલ માંગતા ગલ્લા તલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી બન્ને ઇસમોની યુકિત-પ્રયુકિતની સધન પુછપરછ કરતા રાત્રીના સમયે ગજડી ગામે અલગ અલગ વાડી વિસ્તારમાંથી કેબલ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા હોય જેથી જરૂરી પુરાવાઓ એકત્રીત કરી બન્ને ઇસમો પારસીંગ મંગુભાઇ ડામોર (ઉવ-૩૪) રહે. હાલ-ગજડી તા-ટંકારા જી-મોરબી મુળ ગામ- ચોટીયા બયડી તડવી ફળીયુ તા-જોબટ જી-અલીરાજપુર (એમ.પી) તથા અનીલભાઇ ગુમાનભાઇ પસાયા (ઉ.વ.૨૪) રહે-હાલ ગજડી તા-ટંકારા જી-મોરબી મુળગામ-તેજારીયા તડવી ફળીયુ તા-કાલીદેવી જી-જામ્બુવા મધ્યપ્રદેશવાળાને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર