હળવદના રાણેકપર રોડ પર થયેલ લુંટના રૂપિયા રીકવર કરી ફરીયાદીને પરત કરાયા 

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત હળવદ રાણેકપર રોડ ઉપર થયેલ લુંટના રોકડા રૂપિયા ૫,૧૯,૮૦૦/-રીકવર થયેલ હોય જે જરૂરી કાર્યવાહી કરી ફરીયાદીને હળવદ પોલીસ દ્વારા પરત આપવામાં આવેલ છે.

હળવદના રાણેકપર રોડ પર થયેલ લુંટની તપાસ પોલીસ ચલાવી રહેલ હોય જેમાં ફરીયાદી રજનીકાંતભાઈ ભીખાભાઇ દેથરીયા રહે હળવદ, આનંદ બંગ્લોઝ. રાણેકપર રોડ તા.હળવદ જી.મોરબી વાળા પાસેથી રોકડા રૂપિયા ૬,૯૦,૦૦૦/- ની લુંટ થયેલ હોય જે પૈકી તપાસ દરમ્યાન બે આરોપીઓ પકડી આ ગુનામાં રોકડા રૂપિયા ૫,૧૯,૮૦૦/- રીકવર કરવામાં આવેલ હોય જે રોકડ રૂપિયા ફરીયાદીને પરત મળી રહે તે માટે જરૂરી કાર્યવાહી સત્વરે પુર્ણ કરાવડાવી ફરીયાદીને રોકડા રૂપિયા ૫,૧૯,૮૦૦/-તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત પરત આપવામાં આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img