વાંકાનેરમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે ઈસમોને દબોચી લેતી પોલીસ
વાંકાનેરમાં ઘરફોડ ચોરી કરતા ઇસમોને ચોરી થયેલ મુદામાલ સાથે બે ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે.
ગઇ તા.૧૦ જાન્યુઆરીના રોજ રાત્રી દરમ્યાન વાંકાનેર શહેરમાં અલગ અલગ સોસાયટીમાં બંધ મકાનમાં દરવાજાન તાળા તથા નકુચા તોડી મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપીયાની ચોરી કરેલ હોવાની ઘટના બેનલ હોય જે બાબતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલ છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ કામગીરી કરવા પ્રત્યનશીલ હોય જેમાં વાંકાનેર શહેરના અલગ અલગ સોસાયટી વિસ્તારમાં ઘરફોડ ચોરી થયેલની બાતમી જાહેર થતા જેમા ફરીયાદીન રહેણાંક મકાનમાંથી સોનાચાંદીના દાગીના મળી કુલ મુદામાલ -૪૫૦૦૦/-તથા સાથી રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપીયા મળી કુલ-૧૫૦૦૦૦/- ની ચોરી થયેલ હોવા અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો વણશોધાયેલ ગુન્હો નોંધાયેલ હતો.
જે ગુન્હો શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુન્હાવાળી જગ્યાના આજુબાજુના સીસીટીવી ફુટેજ તપાસી તેમજ ટેકનીકલ સોર્સ તથા ટાવર ડમ્પના માધ્યમથી શંકાસ્પદ નંબરોની સીડી.આર.આધારે પોલીસે સંયુકત ખાનગીરાહે બાતમી મેળવતા જેમા સીસીટીવી ફુટેજ તેમજ ટેકનીકલ સોર્સથી વડોદરા થી બે ઇસમો તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને પકડી પાડી સઘન પુછપરછ કરતા વડોદરા થી મોટરસાયકલ લઈ આવી વાંકાનેરના અલગ અલગ વિસ્તારમા રાત્રી દરમ્યાન બંધ મકાનોના લોક તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયાની ચોરી કરેલ હોવાની કબુલાત આપતા નીચેની વિગતે ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા બાળકિશોરને ચોરીમાં ગયેલ ચોર-મુદ્દામાલ સાથે આરોપી રાજાસિંઘ સતનામસિંઘ બાવરી રહે-શંકરનગર તુલસી હોટલ પાસે પ્રતાપગંજ સયાજીગંજ વડોદરા શહેર કુલદિપસિંઘ બીરસિંઘ ટાંક (ઉ.વ-૨૭) રહે-સાકરદા ગામ તા-જી વડોદરાવાળાને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સહીંતા અધિ.-૨૦૨૩ની કલમ-૩૦૫, ૩૩૧(૪), મુજબનો અનડીટેકટ ગુન્હાને ડીટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.