મોરબીના ભડીયાદ ગામેથી વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં સોકા સેનિટરી કારખાના પાસે જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં સોકા સેનિટરી કારખાના પાસે જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૪ કિં રૂ‌. ૭૪૦ ના મુદ્દામાલ આરોપી પરમજીતસિંઘ રાજેન્દર માન (ઉ.વ.૨૬) રહે. સિરામિક સીટી એલ-૧ બિલ્ડીંગ, લાલપર તા.જી. મોરબી મૂળ; હરીયાણાવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img