Thursday, February 12, 2026

મોરબીમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવકને એક શખ્સે માર માર્યો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં રહેતા યુવકને એક શખ્સ સાથે અગાઉ ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી આરોપી યુવકની મોરબીના ત્રિકોણ ભાગ પાસે જે.પી. માર્કેટમાં ભાવિક ટેલિકોમ નામની દુકાન આવેલી છે ત્યાં આરોપી જઈ જુના ઝઘડા નો ખાર રાખી યુવકને ગાળો આપી ધોકા વડે માર મારી ઇજા કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રીનગર શેરી નંબર એકમાં રહેતા ભાવિકભાઈ પ્રદીપભાઈ પરમાર (ઉ.વ.૩૧) એ આરોપી હિરેનભાઈ નંદલાલભાઈ ધામેચા રહે મીરા પાર્ક વાવડી રોડ મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ ફરિયાદીની દુકાને આવી અગાઉના ઝઘડાનો જુનો ખાર રાખી ગાળો આપતા ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈ જાય ફરિયાદીને ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી હતી. જેથી આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર