મોરબીમાં વૃદ્ધને મકાન ખાલી કરવા બે શખ્સોએ આપી ધમકી
મોરબીના રવાપર માં આવેલ બોનીપાર્ક નંદની એપાર્ટમેન્ટમાં વૃદ્ધ નું મકાન ભાડે આપેલ હોય તે મકાન ખાલી કરાવવા માટે બે શખ્સોએ વૃદ્ધને ગાળો આપી મકાન ખાલી કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાય છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપરમાં બોની પાર્ક નંદની એપાર્ટમેન્ટ 301 માં રહેતા અમૃતભાઈ દેવજીભાઈ આદ્રોજા (ઉ.વ.૬૦ ) એ આરોપી ડેનિસ પ્રજાપતિ રહે ગાયત્રીનગર કૃષ્ણ-૨ મોરબી તથા મહેશભાઈ ડાંગર કે સંજયભાઈ ડાંગર નામના શખ્સ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીનું મકાન ભાડે આપેલ હોય તે મકાન ખાલી કરાવવા માટે આરોપી ડેનિસ એ ફરિયાદીને ફોન કરી આરોપી મહેશભાઈ કે સંજયભાઈ ડાંગર નામના શકશે ફરિયાદીને તે મકાન ખાલી કરાવવા માટે જેમ ફાવે તેમ વિવિધ ગાળવા આપી તેમજ સવારના 10:00 વાગ્યા સુધીમાં મકાન ખાલી નહીં કરે તો તેવી ગુનાહિત ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સહિતા ની કલમ 351 (2),352,54 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.