હળવદના ટીકર ગામે થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પોલીસે દબોચી લીધો

હળવદ તાલુકાના ટીકર ગામે થયેલ ઘરફોડ ચોરીનો ગુનો ગણતરીની કલાકોમાં ડીટેકટ કરી ચોરીમાં ગયેલ તમામ સોનાના દાગીનાઓ જેની કુલ કિ.રૂ.૩,૯૪,૦૫૭/- મુદામાલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

ફરીયાદી સુરેશભાઇ કાનજીભાઈ મકવાણા રહે ગામ ટીકર (રણ) તા.હળવદ જી.મોરબી વાળાએ પોતાના રહેણાંક મકાનમાંથી અજાણ્યો ઇસમ સોનાના અલગ અલગ દાગીનાઓ જેની કુલ કિ.રૂ ૩.૯૪.૦૫૭ /- જેટલી ગણી શકાય તે ચોરી કરી લઇ ગયેલ હોવાની ફરીયાદ જાહેર કરેલ જે સર્વેલન્સ સ્ટાફ ગુનો ડિટેકટ કરવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે આરોપી વિશાલ વિશાલ રમેશભાઇ ખાંભડીયા રહે ગામ ટીકર (રણ) તા.હળવદ જી.મોરબી વાળા પાસેથી આ ચોરીમાં ગયેલ અસલ તમામ મુદામાલ સોનાના દાગીનાઓ જેનુ કુલ વજન આશરે સાડા પાંચ તોલા જેની કિ.રૂ.૩,૯૪,૦૫૭/- ના મુદામાલ સાથે પકડી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img