મોરબી માળિયા હાઈવે પર ટ્રક હડફેટે લેતા બાઇક સવારનું મોત
મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ પર ગાળા ગામના પાટીયા પાસે રીઓ સિરામિક કારખાના સામે રોડ પર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બાઇક સવારનું મોત નિપજ્યું હતું જેથી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના બાલંભા ગામે રહેતા વિરજીભાઈ નરશીભાઈ રાઠોડ (ઉ.વ૪૫ ) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર -GJ-12-BX-7399 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ પર આવેલ ગાળા ગામના પાટીયા પાસે રોડ પર આરોપીએ પોતાનું ટ્રક રજીસ્ટર નંબર GJ-12-BX-7399વાળુ વાહન બેફીકરાઈથી ચલાવી રમેશભાઇ નરશીભાઈ રોઠોડના મોટરસાયકલ હીરો ડીલક્ષ રજીસ્ટર નંબર – GJ-36-AA-6133 વાળાને ઠોકર મારી હડફેટે લેતાં બાઈક ચાલક રમેશભાઇને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું જેથી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.