Saturday, February 14, 2026

મોટી બરાર નજીક ટ્રક-બાઇક અકસ્માતમાં યુવકનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા મિયાણા તાલુકાના મોટી બરાર ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બાઇક ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

મળતી વિગતો મુજબ, તા. 10/02ના રોજ પીપળીયા ચાર રસ્તાથી માળીયા(મી) તરફ જઈ રહેલ ટ્રક (રજી. નં. GJ-12-AT-5809)ના ચાલક નારાયણરામ પ્રહલાદરામ ચૌધરી, મૂળ રાજસ્થાનના વતની અને હાલ સામખીયાળી ટ્રાન્સપોર્ટ ઓફિસમાં રહેતા, પોતાની સાઇડમાં ટ્રક હંકારી રહ્યા હતા.

તે દરમિયાન સામેથી ફુલ સ્પીડમાં આવતી મોટરસાયકલ (રજી. નં. MP-69-ZD-2848)ના ચાલક સંજય સુંદરસિંહ માવી (ઉવ. 29), હાલ કુંભારીયા ગામ તા. માળીયા(મી), મૂળ જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ, એ રોડની વચ્ચેની વ્હાઇટ પટ્ટી ક્રોસ કરી ટ્રકની ડ્રાઇવિંગ સાઇડમાં અથડામણ કરી હતી.

અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ સંજય માવીને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ મોરબી ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું.

ટ્રક ચાલકની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે મૃતક બાઇક ચાલક સંજય માવી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર