વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને મોરબી એલ.સી.બી /પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડયો
વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડી પાડી મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ ટીમ દ્વારા જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ કર્મચારીઓ દ્વારા મોરબી સબ જેલના કાચા કામના કાચા નંબર -૫૫/૨૦૨૬ મયુરભાઇ હરખજીભાઇ ઉર્ફે હરખાભાઇ માલણીયાત તા.૦૨/૦૨/૨૦૨૬ થી જામીન રજા ઉપર જેલ મુક્ત થયેલ હતો જેને મોરબી સબ જેલ ખાતે દીન-૦૭ ના જામીન રજા પુર્ણ થયેથી તા.૧૦/૦૨/૨૦૨૬ નારોજ હાજર થવાનુ હતુ પરંતુ મજકુર આરોપી વચગાળાના જામીન પરથી ફરાર થઇ ગયેલ હોય જે કેદીને ખાનગી બાતમી આધારે મોરબી મચ્છુ નદીમાં પાડાપુલ નીચેથી મોરબી-ર ખાતેથી મળી આવતા પકડી પાડી મોરબી સબ જેલ હવાલે કરવામાં આવેલ છે.