Monday, May 18, 2026

ટંકારાના કલ્યાણપુર ગામે ઘરમાં ઘૂસી ધોળા દિવસે સોના ચાંદીના દાગીના, રોકડ મળી કુલ રૂ. 4.45 લાખના મત્તાની ચોરી 

ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે યુવકના ઘરના તાળા તોડી ધોળા દિવસે ઘરમાં ખુશી અજાણ્યા ચોર એ સમયે યુવકના ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત કુલ કિંમત રૂપિયા ૪,૪૫,૦૦૦ ના મુદ્દામાલ ની ચોરી કરી લઈ ગયા હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા અને વેપાર કરતાં જયંતીલાલ વીરજીભાઈ ઉજરીયા (ઉ.વ.૪૨) એ આરોપી અજાણ્યા ચોરી ઈસમો વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ઘરના ધોળા દિવસે તાળા તોડી ઘરમાં ઘૂસી ઘરમાંથી સોનાના મંગળસુત્ર – ૦૨ બન્નેનુ આશરે વજન કુલ – ૦૬ તોલા કિ.રુ.૧,૩૫,૦૦૦/- તથા સોનાના પાટલા જોડી – ૦૧ આશરે વજન – ૦૩ તોલા કિ.રુ.૭૩,૦૦૦/- તથા સોનાની બુટી – ૦૧ નંગ આશરે વજન અડધો તોલા (૦૫ ગ્રામ) કિ.રુ.૭,૫૦૦/- તથા સોનાનુ ઓમ – ૦૧ નંગ આશરે વજન અડધો તોલા (૦૫ ગ્રામ) કિ.રુ.૭,૫૦૦/- તથા ચાંદીની પાયલ જોડી – ૦૧ આશરે વજન – ૫૦ ગ્રામ કિ.રુ.૧૦,૦૦૦/- તેમજ સોના-ચાંદીની જુદા-જુદા વજનની ગીનીઓ તથા રોકડા રુ.૨,૧૨,૦૦૦/- એમ મળી કુલ કિ.રુ.૪,૪૫,૦૦૦/- નો મુદ્દામાલ લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસા ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img