Monday, May 18, 2026

મોરબીના શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

મોરબી ખાતે મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે આજે વહેલી સવારથી જ શિવ મંદિરો હરહર મહાદેવનાં નાદ ગુંજી ઉઠ્યા હતા અને બહોળી સંખ્યામાં શિવભક્તો પુજન અર્ચન કરવા ઉમટી પડ્યા હતા સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું વિશેષ પૂજા દુગ્ધાભિષેક મહા આરતી દીપમાળા રોશની અને વિશેષ શણગાર અને ચાર પ્રહારની પૂજા આરતી સાથે મહાશિવરાત્રી પર્વની ભક્તિ ભાવપૂર્વ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના સ્ટેશન રોડ ખાતે આવેલ પ્રાચીન શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

તેમજ વહેલી સવારે શ્રી જડેશ્વર દાદા ને વિશેષ શણગાર સાથે પુજન અર્ચન કરી બાદમાં ધ્વજારોહણ કરી મંદિર પરિસરમાં ઢોલ શરણાઈ સાથે શિવભક્તો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી પવિત્ર વેદ મંત્રોચ્ચાર અને ધૂન ભજન હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ બિલ્વ પૂજા પાઠ્યપુજા સોમેશ્વર પૂજા મહામૃત્યુંજય મંત્રનો જાપ વિશેષ શણગાર ચાર પ્રહર પૂજા સહિતના અનેક વિવિધ કાર્યક્રમોનું શ્રી જડેશ્વર ટ્રસ્ટ મંડળ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું અને વહેલી સવારથીજ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img