મોરબીના ઘુંટુ ગામેથી વિદેશી દારૂથી ભરેલ ઇકો કાર ઝડપાઈ; આરોપી ફરાર
મોરબી જિલ્લામાં દારૂબંધી માત્ર નામની જોવા મળી રહી છે ત્યારે મોરબી તાલુકાના ઘૂંટુ ગામની પાછળ વસંત વિહાર સોસાયટી પાછળ આવેલ પડતર જગ્યામાથી વિદેશી દારૂથી ભરેલ ઇકો કાર ઝડપી પાડવામાં આવી છે ઇકો કારમાંથી વિદેશી દારૂની 237 બોટલ ઝડપાઈ છે તેમજ આરોપીઓ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસને ખાનગી રહે બાદની મળેલ જે મળેલ બાતમીના આધારે વાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી તાલુકાના ઘૂંટુ ગામની પાછળ વસંત વિહાર સોસાયટી પાછળ આવેલ પડતર જગ્યામાં ઈકો કાર રજીસ્ટર નં-જીજે-૩૬-એ.જે.-૫૬૯૨ વાળીમાથી વિદેશી દારૂની બોટલ નંગ -૨૩૭ કિંમત રૂપિયા ૨,૬૦,૭૦૦ તથા ઈકો કાર કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૭,૬૦,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી રેઇડ દરમિયાન આરોપીઓ હાજર ન મળી આવતા આરોપી મોઈન મોહમદભાઈ જામ રહે. મચ્છીપીઠ મોરબી તથા અન્ય એક શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.