ટંકારા : લોકોને મનોરંજન મળે એ માટે વિરપરમાં તોરણિયાના રામામંડળ દ્વારા રામામંડળ ભજવાશે. રામામંડળ મુંદડીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.ટંકારા તાલુકાના વિરપર ગામમાં આગામી તા.12મીના રોજ રાત્રે 9 કલાકે વીરપર ગૌ-શાળા ખાતે તોરણિયાના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.આયોજક અંબારામભાઈ ભવાનભાઈ મુંદડીયા,હર્ષદકુમાર અંબારામભાઈ મુંદડીયા અને પરાગકુમાર અંબારામભાઈ મુંદડીયાએ લોકોને જાહેર આમત્રંણ આપ્યું છે.વધુ માહિતી માટે 9879575022,9574002222 પર સંપર્ક કરી શકાશે.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...