મોરબી જિલ્લામાં વ્યાજખોરો દ્વારા તગડા વ્યાજે નાણાં ધરી બાદમાં વ્યાજે લિધેલા નાણાં પરત ન આપી શકતાં આવાં લોકો ની જમીન મકાન અને મિલ્કતો પચાવી પાડવાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે અને આવા કિસ્સાઓમાં મોટા ભાગે પોલીસ ફરિયાદ કરવામાં ન આવતી હોય વ્યાજખોરો બેફામ બની તગડું વ્યાજ વસુલતા રહેછે અવાજ એક કિસ્સામાં હળવદ પોલીસ દફતરે એક વેપારીએ ૧૫ જેટલા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે
મળતી માહિતી મુજબ હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા હિતેશભાઈ હિમતલાલ શેઠ એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી લગધીરભાઈ રબારી, વિજયભાઈ રધુભાઇ રબારી, હિરેનભાઈ પટેલ, વસંતભાઈ મોરી હળવદ ગોરી ગેસ એજન્સીના ભાગીદાર, તેજસભાઈ દવે જી માર્ટ ફર્નીચર હળવદ, જયરામભાઈ દલવાડી, પ્રભુભાઈ રબારી, જીલાભાઈ ભરવાડ, હર્ષદભાઈ રબારી, રવિભાઈ રબારી, મુકેશભાઈ ભરવાડ, મનોજભાઈ રબારી, લખમણભાઈ ભરવાડ, ભરતસિંહ ગોહિલ અને કિરણભાઈ બ્રાહ્મણ પાસેથી જુદી જુદી રકમ અને જુદા જુદા વ્યાજદરે નાણા લીધેલ હોય જે નાણાની આરોપીઓએ ગેરકાયદેસર ઉચું વ્યાજ વસુલવા વધુ વ્યાજની પઠાણી ઉધરાણી કરી ફરિયાદી હિતેશભાઈ શેઠને રૂબરૂ તેમજ ફોનમાં ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાઈ છે તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબી-કચ્છ હાઇવે રોડ ઉપર, હરીપર ગામના બ્રીજ પરથી ક્રેટા ગાડીમાં ભરેલ અલગ અલગ બ્રાંડની નાની મોટી બોટલો નંગ-૨૪૨ તથા બીયર ટીન નંગ-પપર કી રૂ ૩,૮૬,૪૪૦/- તથા મોબાઇલ ફોન તથા કાર મળી કુલ રૂ ૮,૯૧,૪૪૦/- નો મુદામાલ માળીયા (મીં) પોલીસે કબજે કરેલ છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમા હોય...
હળવદ માળિયા હાઈવે રોડ ઉપર સરા ચોકડી નજીક સિ.એન.જી રીક્ષામાંથી ઇંગ્લીશ દારૂની 60 બોટલો સાથે બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ માળિયા હાઈવે રોડ ઉપર સરા ચોકડી નજીક આરોપીઓએ પોતાના કબ્જા ભોગવટા વાળી સી.એન.જી. ઓટો રીક્ષા રજીસ્ટર...