ખોડલધામના નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે છેલ્લા ઘણા સમયથી ચાલે છે ચર્ચાઓ પુત્ર શિવરાજ પટેલે કહ્યું, પિતાનો જે પણ નિર્ણય હશે તેને પરિવાર સહયોગ આપશે
રાજકોટઃ ખોડલધામના નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે છેલ્લા ઘણા સમયથી અનેક ચર્ચાઓ ચાલે છે. મીડિયામાં પણ અહેવાલ આવતા રહે છે કે નરેશ પટેલ રાજકીય એન્ટ્રી કરશે. ત્યારે તેમના પુત્ર શિવરાજ પટેલ આજે મીડિયા સામે આવ્યા હતા. શિવરાજ પટેલે કહ્યું હતું કે તેમના પિતા નરેશ પટેલ રાજકારણમાં આવે તે જરૂરી છે. હું વ્યક્તિગત ઇચ્છીશ કે સારા લોકોએ રાજકારણમાં આવવું જોઇએ.
શિવરાજ પટેલે કહ્યું હતું કે તેમના પિતા નરેશ પટેલનો રાજકીય પ્રવેશ થશે કે કેમ અને થશે તો ક્યાં પક્ષમાં થશે તેનો આખરી નિર્ણય તેમના પિતા જ લેશે.જો કે પિતાનો જે પણ નિર્ણય હશે તેને પરિવાર સહયોગ આપશે. નરેશ પટેલ 30 માર્ચ સુધીમાં રાજકીય પ્રવેશ અંગે નિર્ણય લઇ લેશે તેવો પણ દાવો કર્યો હતો.નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે કહ્યું હતું કે જો તેમના પિતા નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરશે તો શિક્ષણ અને આરોગ્ય તેમની પ્રાથમિકતા હશે. તેઓના રાજકીય પ્રવેશ બાદ તેઓ શિક્ષણ અને આરોગ્યને પ્રાધાન્ય આપશે અને તે પ્રમાણે કામ કરશે. શિવરાજ પટેલે કહ્યું કે, નરેશ પટેલે અનેક સેવાકીય પ્રવૃતિઓ કરી છે. હું મારા પિતાને ઓળખું છું ત્યાં સુધી તેઓ શિક્ષણ અને આરોગ્ય પર કામ કરશે કોઇપણ રાજ્યને મોટું કરવું હોય તો શિક્ષણ અને આરોગ્ય સારૂ હોવું જોઇએ. જેથી તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે તો આ મુદ્દે કામ કરશે તેવો વિશ્વાસ છે.થોડા દિવસો પહેલા નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં રાજકારણમાં જોડાવા અંગે નિર્ણય 30 માર્ચ સુધીમાં લઇ લેશે તેવો દાવો કર્યો હતો.પરંતુ તેઓ કઇ પાર્ટીમાં જોડાશે તે એક મોટો સવાલ છે, તેમને કોંગ્રેસ અને આપે આમંત્રણ આપ્યું છે, ભાજપને પણ વિશ્વાસ છે કે નરેશ પટેલ ભાજપમાં જ આવશે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...