Sunday, April 28, 2024

મોરબી જિલ્લામાં કોલસા માં ભેળસેળ કરી નબળી ગુણવત્તા વાળા કોલસા ધાબડી દેતાં માળિયા મી પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ઇન્ડોનેશિયા કોલ માં ભેળસેળ કરી નબળી ગુણવત્તા વાળો કોલસો ધાબડી દેતાં પોલીસ ફરીયાદ નોંધાય

મળતી માહિતી મુજબ નવલખી પોર્ટ તે આવેલ વાસુકી ટ્રેક લિંક કંપની પાસેથી ઇન્ડોનેશિયા કોલ નો જથ્થો હિંમતનગરની અંબુજા એક્સ્પોર્ટ લિમિટેડ કંપની એ મગાવ્યો હતો એ જથ્થામાં ટ્રકચાલકે ભેળસેળ કરી ઉચ્ચ ગુણવત્તા વાળા કોલસાની જગ્યાએ નબળી ગુણવત્તાવાળો કોલસો ધાવડી દેતા ૧૦ ટ્રકચાલકો વિરૃદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે


રાજકોટના મવડી મેઈન રોડ પર નવલનગરમાં રહેતા જસ્મીનભાઈ બાલશંકરભાઈ માઢક (ઉ.૪૫) એ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રક નંબર જીજે ૧૦ ટીયુ ૮૪૩૧ ના ચાલક કાળુભાઈ, ટ્રક નંબર ૧૨ એસી ૬૮૦૫ તથા તેના માલિક સુનીલ વીરડા, ટ્રક જીજે ૧૦ ટીટી ૩૮૬૨ના ચાલક, ટ્રક નંબર જીજે ૧૦ ટીવી ૧૮૩૮ નો ચાલક, ટ્રક જીજે ૩૬ વી ૫૯૯૪ ના ચાલક, ટ્રક જીજે ૩૬ વી ૧૨૮૯ ના ચાલક, ટ્રક જીજે ૩૬ ટી ૫૯૯૪ ના ચાલક અને વિરાટ લોજીસ્ટીક વાળા દીપક વશરામભાઈ તથા તપાસમાં ખુલે તેને એકબીજા સાથે મેળાપીણું કરી આરોપી ટ્રક/ડમ્પરના ચાલકોએ પોતાના કબ્જા વાળી ટ્રક/ડમ્પરોમાં ફરિયાદી જસ્મીનભાઈની વાસુકી ટ્રેડલીક પ્રા.લી.નો નવલખી પોર્ટ ખાતેથી ભરેલ ઇન્ડોનેશિયા કોલ ૩૪૦૦ જીસીવીની ગુણવતા વાળો ભરી અંબુજા એક્ષ્પર્ટ લી. કંપની હિમતનગર ખાતે પહોચાડવા નીકળી રસ્તામાં માલ પરિવહન દરમિયાન જેતે સ્થિતિમાં પહોચાડવાની જવાબદારી આરોપીઓની હોય જે જવાબદારી નહિ નિભાવી દશ ટ્રકમાં ભરેલ કુલ ૩૫૩ મેટ્રિકટન ૧૦૦ કી.ગ્રા. કુલ કીમત.૨૨,૫૬,૭૬૮ ના કોલસામાં પરિવહન દરમિયાન ટ્રક/ડમ્પર ઉપર બાંધેલ તાલપતરી તથા રસ્સા ઉપર મારેલ શીલ તોડી બંધ તાલપાત્ર ખોલી તેમાંથી કોલસો કાઢી ટ્રકમાં રહેલ બાકીના કોલસામાં હલકી ગુણવતા વાળો કોલસા/માટી ભેળસેળ કરી પરિવહન દરમિયાનનો વિશ્વાસધાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે તો માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ એલસીબી પી એસ આઈ એન એચ ચુડાસમા ચલાવી રહ્યા છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર