હળવદના સુખપર ગામે વાડીમાંથી દારૂ અને બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

હળવદના સુખપર ગામે વાડીમાં દરોડો પાડીને હળવદ પોલીસે દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ પંથકમાં દારૂબંધી રોકવા છેલ્લા કેટલાક સમયથી ધી હળવદ પોલીસ કમર કસી રહી છે ત્યારે બાતમીના આધારે હળવદ તાલુકાના સુખપર ગામે વાડીમાં સંતાડેલો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.મળતી માહિતી મુજબ હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સુખપર ગામે રહેતા હેમતભાઈ ઉર્ફે ભગતભાઇ જાદુભાઈ લોદરીયા એ પોતાના કબ્જાની વાડીમાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૫ તથા બીયરના ટીન નંગ-૭૨ કીમત રૂ.૧૬૪૦૦ ના મુદામાલ સાથે આરોપી હેમતભાઈને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

રવી પરીખ હળવદ

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img