મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.જેમ. કતીરા, ક્યું.એ.એમ.ઓ શ્રી ડો.હાર્દિક રંગપરીયા, માળીયા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો.ડી.જી બાવરવા ના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ ૧૭/૦૪/૨૦૨૨ ના રોજ આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ૪ થી વર્ષગાંઠ ની ઉજવણી અંતર્ગત માળીયા તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર– સરવડ,વવાણીયા અને ખાખરેચી ના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે યોગા સેશન નું આયોજન કરવામાં આવેલ.
જેમાં બાળકો તથા વડીલોએ ઉત્સાહભેર ભાગ લઈ ને યોગ કર્યા હતા.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...