મોરબીનાં વકિલ મિતેષ દવે ની વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગમાં નિમણૂક કરાઈ

વિશ્વમાં કોઈ એવો દેશ નહિ હોય કે જ્યાં ગુજરાતી ન હોય ગુજરાતી એનાં હુનર એની આગવી સુઝ બુઝ મહેનતથી વિશ્વ ફલક પર એક આગવી ઓળખ ઉભી કરવામા સફળ રહ્યા છે ત્યારે વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગમાં મિતેષભાઈ ડી. દવે ( ચેરમેન- મોરબી ન્યુમિસ્મેટિક કલબ) ની -યુવા સંગઠન – યુથ વિંગના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ મોરબી જિલ્લો તરીકે નિમણૂક કરવામાં આવી છે
વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી.કે પટેલ સાથે ચર્ચા વિચારણા કર્યા પછી તેમના આદેશ અનુસાર, યુથ વિંગના કન્વીનર પૌરસ પટેલની અધ્યક્ષતા હેઠળ મિતેષભાઈ ડી. દવેની યુવા સંગઠન – યુથ વિંગના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ મોરબી જિલ્લો તરીકે નિમણૂક કરવામાં આવી છે આ બાબતે સંગઠન કો-ઓર્ડીનેટર તરીકે આકાશ પટેલ દ્વારા સંકલનની ભૂમિકા ભજવીને આ નિમણૂક જાહેર કરવામાં આવેલ છે. ત્યારે મોરબીના યુવા વકીલની નિમણુકને આગેવાનોએ આવકારી શુભેચ્છાઓ પાઠવી છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img