મોરબી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી શહેરના ખારી વિસ્તારની બેઠક જિલ્લા ચુવાળીયા ઠાકોર સમાજની બોડીંગ ખાતે યોજાઈ હતી જેમાં ખારી વિસ્તારની સમિતીની રચના કરવામાં આવી હતી.
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ટીમ દ્વારા મોરબી શહેરના ખારી વિસ્તારની સંગઠન મિટિંગ યોજાઇ હતી. જેમાં ખારી વિસ્તારની સમિતીની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ભરતભાઈ પીપળીયા, ઉપપ્રમુખ તરીકે પ્રવીણભાઈ કારુ, ઉપપ્રમુખ કિશનભાઈ સુરેલા, સંગઠન મંત્રી દશરથભાઈ વરાણીયાની નિમણુંક કરવામાં આવી હતી તથા સંગઠન મજબૂત કરવા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજને સંગઠીત અને શિક્ષણ તરફ કઈ રીતે આગળ લઈ જવો તે પણ ચર્ચા કરવામાં આવી હતી. આવનારા સમયમાં મોરબી શહેરના તમામ વિસ્તારમાં સંગઠનની મીટીંગ યોજી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સંગઠન મુજબુત કરવામા આવશે
કાર્યક્રમમાં જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના યોગેશજી ઠાકોર, મયુર બાબરીયા, મોરબી તાલુકા પ્રમુખ જયદીપજી ઠાકોર, મોરબી શહેર પ્રમુખ જે.બી. ઠાકોર, મોરબી શહેર સંગઠન મંત્રી કિશન કારૂ, મોરબી શહેર મહામંત્રી રણજીત ચાવડા તથા ખારી વિસ્તાર સમિતિના ઠાકોર સેનાના કાર્યકર્તાઓ મોટી સંખયામાં હજાર રહ્યા હતા
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...