મોરબી : મોરબી માળીયા હાઈવે પર અમરનગર અને લક્ષ્મીનગર ગામ વચ્ચે આજે ભયંકર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં એક ગાડીનું ટાયર ફાટયા બાદ બીજી ગાડી સાથે અકસ્માત થવાની સાથે કચ્છ તરફ જતી ટેમ્પો ટ્રાવેલ્સ સાથે ગાડી અથડાતા મોરબીના લોહાણા પરિવારના ચાર સભ્યો સહિત કુલ પાંચ લોકોના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યાં હતા જ્યારે 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં તમામને તાત્કાલિક સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ દુર્ઘટના અંગે જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળીયા હાઈવે પર અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે આવેલ હોટલ પાસે કારનું ટાયર ફાટતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં સામખીયારી નજીક આવેલ કટારીયા ગામેથી માતાજીના દર્શન કરીને પરત ફરી રહેલા મોરબીના વકીલ પીયૂષભાઈ રવેશિયાના પિતા મહેન્દ્રભાઈ પ્રાગજીભાઈ રવેશિયા, માતા સુધાબેન મહેન્દ્રભાઈ રવેશિયા, મહેન્દ્રભાઈના પુત્રી જિજ્ઞાબેન ઘનશ્યામભાઈ જોબનપુત્રા અને જિજ્ઞાબેનના પાંચ વર્ષના બાળક રિયાંશનું તેમજ માધાપર કચ્છના ભુડિયા જાદવજીભાઈ રવજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ઉપરાંત કારનું ટાયર ફાટયા બાદ સામે અન્ય એક કાર સાથે અકસ્માત થવાની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરી પરત ફરી રહેલા કચ્છના પરિવારની ટેમ્પો ટ્રાવેલ્સ પણ અકસ્માતનો ભોગ બનતા ટેમ્પો ટ્રાવેલ્સમાં સવાર 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં તમામને સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં રાજયમંત્રી બ્રિજેશ મેરજા સહિતના આગેવાનો મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...