Wednesday, June 10, 2026

ટંકારા સજનપર થી અદેપર જવાનાં રસ્તે ધોળા દિવસે લુંટારાઓ એ દોઢ લાખ ની લુંટ ચલાવી

ટંકારા સજનપર થી અદેપર જવાનાં રસ્તે ધોળા દિવસે લુંટારાઓ એ દોઢ લાખ ની લુંટ ચલાવી
મોરબીમાં દલવાડી સર્કલ પાસે થયેલી લુંટ ની ઘટના હજુ તાજી છે ત્યાં ટંકારા તાલુકાના સજનપર ગામ પાસે એક લુંટ ની ઘટના સામે આવી છે જેમાં લુંટારાઓ દોઢ લાખ જેવી રકમ ની લુંટ ચલાવી નાસી છૂટયા હતા
વધુ માહિતી મુજબ ટંકારાના સજન પર થી અદેપર જવાના રસ્તા ઉપર આજે બપોરે એક યુવાનને એક્સેસ, એક્ટિવા જેવા મોટર સાયકલ ઉપર આવેલા બે શખ્સોએ પછાડી દઈ રૂપિયા દોઢ લાખની લૂંટ ચલાવી નાસી છૂટતા પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી
લૂંટની ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરે એકાદ વાગ્યાના આસપાસ ટંકારા તાલુકાના સજન પર થી અદેપર ગામ જવાના રસ્તા ઉપર સંદીપ હીરાભાઈ ડાભી નામના ફાયનાન્સ કંપનીમાં કામ કરતા યુવાનને એક્સેસ કે એક્ટિવા જેવા મોટર સાયકલ ઉપર આવેલા બે શખ્સોએ પછાડી દઈ સંદીપભાઈ પાસે રહેલા થેલાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. આ ઘટના અંગે લૂંટારુનો ભોગ બનેલા યુવાને ટંકારા પોલીસ મથકે ફરિયાદ કરતા ટંકારા પોલીસે જિલ્લા કંટ્રોલને જાણ કરી નાકાબંધી કરાવી હતી. વધુમાં દોઢ લાખની ધોળા દિવસે લૂંટના આ બનાવમાં એક્સેસ કે એક્ટિવા જેવા મોટર સાયકલ ઉપર આવેલા બે શખ્સો પૈકી એક શખ્સે કાળા કલરનો અને એક શખ્સે ખાખી કલરનો શર્ટ પહેર્યો હોવાનું તેમજ મોટર સાયકલ પાછળ લાલ અક્ષરે માલધારી લખેલ હોવાનું ભોગ બનનારે પોલીસ સમક્ષ જણાવ્યું હતું.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img