કાંતિભાઈ અમૃતિયા વિરૂદ્ધ બેફામ અપબ્દો બોલી વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા બદલ ફરિયાદ નોંધાઇ

મોરબી – માળીયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને સોસીયલ મિડિયા મારફતે મનફાવે તેવી અપશબ્દો બોલી તેમજ ગર્ભીત ધમકી આપતો વિડીયો એક શખ્સે સોસીયલ મિડિયામાં વાઈરલ કર્યો હતો જે બદલ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીની અવની ચોકડી, અમૃત વાટીકા સોસાયટીમાં રહેતા જયદીપભાઈ મનસુખભાઇ દેત્રોજા (ઉ.વ.૩૪) એ આરોપી મહેશભાઈ બોરીચા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૫-૧૦-૨૦૨૩ ના રોજ સવારના સાડા દશેક વાગ્યાના અરસામાં મોરબી – માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ને આરોપી મહેશભાઈએ કોઈક કારણોસર પોતાના મોબાઈલ ફોન પરથી સોસીયલ મિડિયા મારફતે મનફાવે તેમ ગાળો આપી ગર્ભીત ધમકી આપી હતી. આ બનાવ અંગે જયદીપભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી ઈપીકો કલમ -૫૦૪, ૫૦૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img