મોરબીના અમરનગર ગામેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી તાલુકાના અમરનગર ગામની સીમમાં રવી પ્લાઝા રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અમરનગર ગામની સીમમાં રવી પ્લાઝા રોડ પરથી આરોપી નરશીભાઈ વશરામભાઇ બાટી (ઉ.વ.૪૭) રહે. મ.નં.૪ શોભેશ્વર મંદિર પાસે વાણીયા સોસાયટી તા.જી. મોરબી વાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૩૨૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img