Sunday, May 5, 2024

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 95 બોટલો સાથે એક મહિલા ઝડપાઇ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના બ્લોક નં -૫ ક્વાર્ટર નં -૧૦ મા આરોપી ના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૯૫ બોટલો સાથે એક મહિલાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના બ્લોક નં -૫ ક્વાર્ટર નં -૧૦ મા રહેતા આરોપી સંગીતાબેન જીજ્ઞેશગીરી ગૌસ્વામી (ઉ.વ.૩૧) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૯૫ કિં રૂ. ૨૫૨૨૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડેલ છે જ્યારે અન્ય એક શખ્સ જુનૈદભાઈ તૈયબભાઈ ચાનીયા રહે. કાલીકા પ્લોટ મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર