ક્યાં છે દારૂ બંધી: હળવદના માથક ગામે આંગણવાડીના બાથરૂમમાંથી ૧૧ પેટી દારૂ મળ્યો

હળવદના માથક ગામની આંગણવાડીમાંથી ૧૧ પેટી દારૂ ઝડપાયો આંગણવાડી ખાતે સંચાલકે બાથરૂમમાં તાળું લગાવેલ જોયું હતું અને શંકા જતા પોલીસને જાણ કરી હતી ત્યારે બાથરૂમમાંથી ૧૧ પેટી ઈંગ્લીશ દારૂ રાખેલો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો કબજે લીધો છે આંગણવાડીના બાથરૂમમાં તાળું લગાવવામાં આવતું ના હોય અને તાળું જોતા સંચાલકને શંકા ગઈ હતી અને પોલીસે આવી બાથરૂમ ખોલી ચેક કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો જોકે  આંગણવાડી કેન્દ્રના સંચાલકની સતર્કતાથી સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે ત્યારે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે

આંગણવાડીના સંચાલક દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેથી પોલીસની ટીમ દ્વારા બાથરૂમ પર લાગેલા તાળાને તોડવામાં આવ્યું હતું અને અંદર જોતા ઇંગ્લિશ દારૂની 11 પેટી મળી આવી હતી. હાલ હળવદ પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img