હળવદમાં અપહરણના ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસતો ફરતો ઇસમ સુરેન્દ્રનગરના નરાળી ગામથી ઝડપાયો

હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના છેલ્લા ૧૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરેન્દ્રનગર જીલ્લાના નરાળી ગામની સીમમાંથી મોરબી AHTU ટીમે ઝડપી પાડયો છે.

મોરબી AHTU ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે, હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાનો આરોપી તથા ભોગબનનાર હાલે સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામની સીમમા રહેતા હોવાની બાતમી મળેલ હોય જે બાતમીના આધારે મોરબી AHTU ટીમ દ્વારા તપાસ કરતા આરોપી ગીરધરભાઇ ઉર્ફે ગીધાભાઈ લાભુભાઇ કોળી રહે.નરાળી તા.ધ્રાંગધ્રા જિ.સુરેન્દ્રનગરવાળો ફરીયાદીની સગીર વયની દિકરીને કવાડીયા ગામ તા.હળવદ જિ.મોરબીવાળા ખાતેથી અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી ગીરધરભાઇ ઉર્ફે ગીધાભાઇ લાભુભાઈ કોળીને સુરેન્દ્રનગર જિલ્લાના નરાળી ગામની સીમમાથી ભોગબનનાર સાથે મળી આવતા બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img