મોરબીના ભડીયાદ ગામની સીમમાંથી બંદૂક સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી તાલુકાના ભડિયાદ ગામની સીમમાં નદીના વોકરા પાસે બાવળની કાંટમાંથી દેશી બનાવટની જામગરી બંદૂક સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી તાલુકાના ભડિયાદ ગામની સીમમાં નદીના વોકરા પાસે બાવળની કાંટમાંથી એક શખ્સ મળી આવતા તેની તલાસી લેતા આરોપી પ્રકાશભાઈ રામજીભાઈ વનેશિયા (ઉ.વ.૩૫) રહે. ભડીયાદ કાંટે સાયન્સ કોલેજ થી આગળ મોરબી ભાડા પાસેથી દેશી બનાવટની જામગરી બંદૂક (હથિયાર) નંગ-૦૧ કિંમત રૂપિયા ૧૫૦૦ ના મુદ્દા માલ સાથે મળી આવતા આરોપીને મોરબી તાલુકા પોલીસ દ્વારા ઝડપી લઇ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ -૨૫(૧-બી),એ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img