Wednesday, May 27, 2026

મોરબીના બીલીયા ગામે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબી તાલુકાના બીલીયા ગામના છેવાડે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલને ખાનીરાહે મળેલ બાતમીના આધારેએ મોરબી
તાલુકાના બીલીયા ગામના છેવાડે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા છ ઇસમો
રમેશભાઇ કુંવરજીભાઇ ઓગાણીયા ઉ.વ.૫૫, રહે, વાવડી રોડ, મીરાપાર્ક, તા.જી.મોરબી, જયંતિભાઇ રામજીભાઇ કાવર ઉ.વ.૫૩, રહે, વાવડીરોડ, કુબેરનગર, તા.જી.મોરબી, દિપકભાઇ સવજીભાઇ અઘારા ઉ.વ.૩૦, રહે. વાવડીરોડ, બજરંગ સોસાયટી, તા.જી.મોરબી, વશરામભાઇ ભગવાનજીભાઇ બાવરવા ઉ.વ.૬૦, રહે. પંચાસર રોડ, રાજનગર સામે, તા.જી.મોરબી, દિનેશભાઇ કાનજીભાઇ વ્યાસ, ઉ.વ.૬૫, રહે. વાવડીરોડ, ધરમનગર સોસાયટી, તા.જી.મોરબી, અશ્વિનભાઇ હરીભાઇ વ્યાસ ઉ.વ.૪૯, રહે. રામનગર (નસીતપર) તા.ટંકારા, જી.મોરબીવાળાને રોકડ રૂ.૨૯,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img