મોરબી નાં રવાપર રોડ પર આવેલા બોની પાર્કમાં આવેલ જાનકી એપાર્ટમેન્ટનાં પાર્કિંગમાં શોટ સર્કિટ નાં કારણે આગ લાગી હતી
મળતી માહિતી મુજબ બોની પાર્કમાં આવેલ જાનકી એપાર્ટમેન્ટનાં પાર્કિંગમાં લાઈટના મીટરોમાં શોટ સર્કિટ નાં કારણે આગ લાગી હતી જોત જોતામાં તમામ લાઈટના મિટરો બળી ને ખાખ થઈ ગયા હતા આ આગની જાણ મોરબી ફાયર વિભાગ ને કરતા મોરબી ફાયર બ્રિગેડ નાં જવાનો દ્વારા તાત્કાલીક સ્થળ પર પહોંચી જઈ લાગેલી આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યાં હતો
છેલ્લા કેટલાય સમયથી મોરબી ફાયર વિભાગ ફાયર સેફ્ટી વિશે લોકોને માહિતી આપી ને લોકોને ફાયર સેફ્ટી લગાવવા સતત અપીલ કરી રહ્યું છે પણ ઘણા ખરા લોકો ને આ અપીલની કોઈ અસર ન થતી હોઈ તેવું લાગી રહ્યું છે જોકે હાલ આ આગની ઘટનામાં સદ નસીબે કોઈ જાન હાની થઈ નથી
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...