મોરબી : આજરોજ લાયન્સ ક્લબ દ્વારા મોરબીના લીલાપર રોડ પર આવેલ આલાપ રોડ પર ટ્રી પ્લાન્ટેશન પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે પર્યાવરણ ને બચાવવા માટે આલાપ રોડ પરના અલગ અલગ વૃક્ષો વાવવામાં આવ્યા હતા.
મોરબી લાયન્સ ક્લબ દ્વારા મોરબીના આલાપ રોડ પર ટ્રી પ્લાન્ટેશન પ્રોજેક્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ના દ્વિતીય વાઇઝ ડિસ્ટ્રીકટ ગવર્નર એમ.જે.એફ રમેશભાઇ રૂપાલા તથા લાયન્સ ક્લબના પેસ્ટ પ્રેસિડેન્ટ ટી.સી. ફૂલતરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
આ પ્રોજેક્ટના ચેરમેન પ્રાણજીવનભાઈ રંગપરીયા, પ્રેસિડેન્ટ જગદીશ કુમાર કાવર,સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, મણીભાઈ કાવર,મહાદેવભાઈ ચિખલિયા,ભાણજીભાઈ આદરોજા, આલાપ સોસાયટી ના મેમ્બર પ્રભુભાઈ સાણજા સહિતના ઉપસ્થિત રહેલ હતા અને ટ્રી પ્લાન્ટેશન કરેલ હતું.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...